AnyRoR | જાણો Any RoR થી Online 7/12 Utara જોવાની રીત:



નમસ્તે મિત્રો, AnyRoR અને AnyRoR@AnywhereGujarat સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એક વેબસાઈટ અને એપ્લિકેશન છેં, જેના દ્વારા તમે Gujarat રાજ્ય ની જમીનો નાં Online 7/12 Utara અને 8A ને સરળતા થી પોતાના મોબાઇલ કે પછી કોમ્પ્યુટર માં જોઈ શકો છો. આજ નો આપડો વિષય પણ AnyRoR તથા AnyRoR@Anywhere ની વિષે જ વિસ્તૃત થી ચર્ચા કરવાનો છેં. તો ચાલો Any RoR વિષે વધુ માહિતી મેળવીએ।


AnyRoR@Anywhere
AnyRoR




માહિતી વિષય:


  • ROR નું full Form।
  • Gujarat ROR નું મહત્વ।
  • Gujarat Records of Rights નાં ઉપયોગો।
  • જમીન નોંધણી નાં પ્રકારો।
  • AnyRoR શું છેં?
  • AnyRoR@Anywhere શું છેં?
  • 7/12 Utara શું છેં?
  • Any Ror થી જમીન ના 7/12, 8A, Satbara ની માહિતી મેળવવી।
  • AnyRoR@Anywhere App Download.



ROR નું full Form।

જવાબ : Records of Rights

Gujarat ROR નું મહત્વ।

  • જમીનનાં મલિકનાં અધિકારો નું સંરક્ષણ કરે છે.
  • બેંક માંથી લોન મેળવતી વખતે ધિરાણ, દસ્તાવેજ તરીકે।
  • વિવાદાસ્પદ સંજોગો માં કોર્ટ માં પુરાવા તરીકે।
  • ગેર-કાયદેસર જમીન પડાવી લેવી, ભૂં માફિયા વગેરે સામે સંરક્ષણ આપે છે.


Gujarat Records of Rights નાં ઉપયોગો।


  • જગ્યા, સ્થળ કે જમીન ના માલિક ની ચકાસણી માટે।
  • સ્થળ કે જમીન સંબંધિત માહિતી મેળવવા માટે।
  • ખેડૂત ને બેંક માંથી લોન લેવામાં મહત્વનાં પુરાવા તરીકે।
  • જમીન ની લે-વેંચ વખતે મહત્વપૂર્ણ દસ્તાવેજ સ્વરૂપે।
  • જમીન ની લે-વેંચ દરમિયાન જમીન મહેસુલ રેકોર્ડની ચકાસણી માટે।



જમીન નોંધણી નાં પ્રકારો।

જમીન નોંધણીનાં મુખ્ય પ્રકારો નીચે મુજબ છે:

  • VF6 અથવાં ગ્રામિણ Form 6
  • VF7 અથવાં ગ્રામિણ Form 7
  • VF8A અથવાં ગ્રામિણ Form 8A


AnyRoR શું છેં? :


              સરળ શબ્દો માં કહીએ તો, AnyRoR અથવાં Any RoR AnywhereGujarat સરકાર દ્વારા સ્થળ, જગ્યા કે જમીન ની માલિકી ની ચકાસણી કરવા માટે બનાવવા માં આવેલી એક વેબસાઈટ એપ્લિકેશન સોફ્ટવેર છે,જેના દ્રારા ગુજરાત ના તમામ નાગરિકો, ગુજરાત માં ગમે ત્યાંથી પોતાનાં મોબાઇલ, લેપટોપ કે કોમ્પ્યુટર ના માધ્યમ થકી જે-તે જગ્યા કે જમીન ની માલિકી ની માહિતી સરળતા થી મેળવી શકે છેં. આ પોર્ટલ નો મુખ્ય ઉદ્દેશ તમને જામીન ની માલિકી દર્શાવવું, જમીન ની 7/12 Utara ની વિગતો Online દર્શાવવી, જે-તે સ્થળ ની નોંધણી ની વિગતો દર્શાવવી વગેરે છેં.


Any RoRNIC (National Informatics Centre - રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર) ના મહેસુલ વિભાગ થકી શરુ કરાયેલ આ પોર્ટલ માં ગુજરાત રાજ્ય નાં 26 જિલ્લાઓ તથાં 225 તાલુકાઓ નો સમાવેશ થાય છે.



AnyRoR@Anywhere શું છેં? :


           AnyRoR@AnywhereAny RoR વેબસાઈટ નું એપ્લિકેશન સોફ્ટવેર ફોર્મ છે, તમે Google.com માં Any ror @ Anywhere ટાઈપ કરી ને ડાયરેક્ટ એપ્લિકેશન સોફ્ટવેર પર જઈને જમીન માલિકી ની વિગતો ની સરળતા થી ચકાસણી કરી શકો છો. તથાં નોંધણી ની વિગતો મેળવી શકો છોં.



7 12 Utara શું છેં? :


         7 12 Utara એ એક માહિતી દસ્તાવેજ છેં, જેમાં જમીન માં નિશ્ચિત ભાગ જેમ કે વિસ્તાર, સર્વે નંબર, તારીખ તથાં વર્તમાન માલિક ના નામો નો ઉલ્લેખ જોવા મળે છે. 7 12 Utara માં 2 વસ્તુ નો સમાવેશ થાય છે. ફોર્મ 7 જમીન ના માલિકો વિષે ની વિગતો અને અધિકારો દર્શાવે છેં, જયારે ફોર્મ 12 વિવિધ પ્રકાર અને તેના વપરાશ અંગે ની યાદી દર્શાવે છે.


         ભારત તથાં ગુજરાત માં જમીન સંપત્તિ ની લે-વેંચ માટે ઘણા સરકારી દસ્તાવેજો ની જરૂર પડે છે, તે નક્કી કરવા માટે કે ખરીદાયેલી સંપત્તિ સરકારી નીતિ-નિયમો અનુંસાર કોઈપણ દાવા કે દાવાઓથી મુક્ત છે કે નહીં। 7 12 Utara દસ્તાવેજ એ જે-તે જમીન ની કાયદાકીય સ્થિતિ નો મહત્વપૂર્ણ સૂચક છે.જમીન ના પૂર્વજો ની માહિતી મેળવવા માટે તેનો ઉપયોગ મહદંશે થાય છે. વીતી ગયેલ સમય માં જમીન પર થયેલા વાંધા-વિવાદ, સરકારી મુકદ્દમા, સરકારી હસ્તક્ષેપ, કોર્ટ ના આદેશ વગેરે જેવી સરકારી કે કાનૂની પ્રવૃત્તિ ની માહિતી આ દસ્તાવેજ થી મળી રહે છેં.



Any Ror થી જમીન ના 7/12, 8A, Satbara ની માહિતી મેળવવી।


Any RoR પર 8A કે Online 7 12 Utara જોવા માટે નીચેના સ્ટેપ્સ ને અનુસરો।


  • VIEW LAND RECORD - RURAL પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે જે કોઈ માહિતી નો રેકોર્ડ જોઈતો હોય તેને પસંદ કરો. (દા.ત. 8A)
  • ત્યારબાદ અનુક્રમે જિલ્લો, તાલુકો, ગામ અને ખાતા નંબર ભરો.
  • પછી તમને નીચે જે કોડ દેખાય છે તેને ખાલી બોક્સ માં લખો. ( Fill the Captcha)
  • છેલ્લે Get Record Details પર ક્લિક કરો.


AnyRoR@Anywhere

anyror any wear
anror



any ror @ anywhere







AnyRoR@Anywhere App Download.


       મિત્રો, એનીરોર ની ઑફિશિયલ સાઈટ પર સૂચવવા માં આવ્યું છે કે, "જમીનનો રેકર્ડ જોવા માટે https://anyror.gujarat.gov.in વેબ-સાઇટ સિવાય મહેસૂલ વિભાગ, ગુજરાત રાજ્ય ની અન્ય કોઇ વેબ-સાઇટ કે મોબાઇલ એપ નથી. જેની ખાસ નોંધ લેવી."


તેનો અર્થ એવો થાય છે કે તમને Google Play Store જે કોઈ પણ એનીરોર ની એપ્લિકેશન જોવા મળે છેં તે કોઈ ને કોઈ Third Party દ્વારા બનાવવાં માં આવેલી હોઈ શકે છે.


તો મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે એનીરોર વેબસાઈટ દ્વારા કઈ રીતે Online 7 12 Utara અને 8A ના ઉતારા ને જોઈ શકાય છે. જો તમને અમારો આજ નો આ લેખ પસંદ આવ્યો હોય અને ભવિષ્ય માં પણ આવી અવનવી જાણકારીઓ ગુજરાતી કે પછી હિન્દી ભાષા માં મેળવવા માં રસ ધરાવતા હોય તો અમારી વેબસાઈટ oneanonlyVihat ને ફરીથી અચૂક વિઝિટ કરશો, તમે ઈચ્છો તો તમારા જી-મેલ આઈડી થી અમારી આ સાઈટ ને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. 


ધન્યવાદ।